આ નો લાભ કોને મળશે ? કેવી રીતે લાભ મેળવી શકાશે તેની વિગતે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જે નીચે મુજબ છે.
મકાન સહાય યોજના : Makan Sahay Yojana
આ માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય ગ્રામ્ય શહેરી વિસ્તારમાં સહાય આપવામાં આવે છે. મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ 2 વર્ષની છે.
મકાન સહાય યોજના માં લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે. તીજો હપ્તો મકાનની તમામ કામગીરી તેમજ શૌચાલયના હોય તો શૌચાલય બનાવ્યા બાદ રૂ.20,000નો હપ્તો મળતો હોય છે. એમ ટોટલ 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપવામાં આવે છે. પહેલો હપ્તો મળ્યા બાદ બે વર્ષમાં તમામ મકાનની કામગીરી પુર્ણ કરવાની હોય છે.
યોજનાનું નામ | મકાન સહાય યોજના |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લેખનો પ્રકાર | સરકારી યોજના |
અરજી | મકાન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર પોર્ટલ | esamajkalyan.gujarat.gov.in |
લાભ | રૂ 120000ની મકાન સહાય |
કાર્યસૂચિ
મકાન સહાય યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. તેવા ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર દ્વારા નવું પાકું મકાન બનાવવા માટે 1 લાખ 20 હજાર ની આર્થિક સહાય આપશે.
મકાન સહાય યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુક્ત જાતિના લોકે ને Makan Sahay Yojana નો લાભ મળશે.
પાત્રતા માપદંડ
- આ યોજના માં લાભાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
- લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
- આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
- જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
- લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
- જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
- જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
- અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
- બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
જરૂરી દસ્તાવેજ
- અરજદારનો જાતિ / પેટાજાતિ નો દાખલો તથા આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો ( આધાર કાર્ડ / વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈપણ એક )
- કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન / તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની , એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
- જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
- અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્ય મંત્રી / સિટી તલાટી ક્ય મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
- મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
- BPL નો દાખલો
- પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રિશ્રિ ) ની સહીવાળી .
- પાસબુક / કેન્સલ ચેક
- અરજદારના ફોટો
મકાન સહાય યોજનાની મહત્વની તારીખો
યોજના શરુ | 16 June 2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 June 2022 |
મકાન સહાય યોજના માટે અરજી કઈ રીતે કરવી?
2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.
- સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ samajkalyan.gujarat.gov.in પર જવું પડશે.
- તમારી સામે હોમ પેજ ખુલશે.
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
Important Link
સત્તાવાર વેબસાઈડ માટે | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |
FAQ’s Of Makan Sahay Yojana
1: મકાન સહાય યોજના શું છે?
2: અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
3: Makan Sahay Yojana માં મળવાપાત્ર સહાય કેટલી છે?
4: મકાન તૈયાર હોય તો મદદ મેળવી શકાય?
5: Makan Sahay Yojana માં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે?
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને મકાન સહાય યોજના | Makan Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.